________________
૫] લેવા મુસદ્દ ગધ મા. વિ. ચંદ્રરાશિના પરાવર્તનના કમથી નાડીને વિચાર છે, જેમ કે સૂર્યના ઉદયથી માંડીને એકેક નાડી અઢી ઘડી નિરંતર વહે છે. રહેંટના ઘડા જેમ અનુક્રમે વારંવાર ભરાય છે, અને ખાલી થાય છે તેમ નાડીઓ પણ અનુક્રમે ફરતી રહે છે. છત્રીસ ગુરૂ વર્ણ (અક્ષર)ને ઉચ્ચાર કરતાં જેટલે. કાળ લાગે છે, એટલે કાળ પ્રાણવાયુને એક નાડીમાંથી બીજી નાડીમાં જતાં લાગે છે.” પાંચ તાનું સ્વરૂપ, કેમ, કાળ, તથા તેનું ફળ
એવી રીતે પાંચ તત્ત્વનું પણ સ્વરૂપ જાણવું તે આ પ્રમાણે-“અગ્નિતવ ઉંચું, જળતત્ત્વ નીચું, વાયુતત્ત્વ આડું, પૃથ્વીતત્ત્વ નાસિકાપુટની અંદર અને આકાશતત્વ ચારે બાજુ વહે છે. વહેલી સૂર્ય અને ચંદ્રનાડીમાં અનુક્રમે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ પાંચ તત્વે વહે છે. અને એ કમ હરહંમેશને જાણવે. પૃથ્વીતત્વ પચાસ, જળતત્વ ચાલીશ, અગ્નિતત્ત્વ ત્રીશ, વાયુતત્વ વિશ અને આકાશતત્વ દસ પળ વહે છે. સૌમ્ય (સારા) કાર્યને વિષે પૃથ્વી અને જળતત્વથી ફળની ઉત્પત્તિ થાય છે. ક્રર તથા અસ્થિર એવા કાર્યને વિષે અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તવેથી સારૂ ફળ થાય છે. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામ, પ્રશ્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વ શુભ.જાણવાં, પણ અગ્નિતત્વ અને વાયુતત્ત્વ શુભ નથી. પૃથ્વીતત્તવ હોય તે કાર્યસિદ્ધિ ધીરેધીરે અને જળતત્વ