________________
પરિશિષ્ટ) હિંસા, જુ, ચારીને ત્યાગ કરે [૬૬૩ નથી, ભવભ્રમણ અટકાવવા, દર્શન, જ્ઞાન, ચારિત્ર જે આત્માના મૂળ ગુણે છે તેને પ્રગટ કરવા ત્રણ ઢગલી કરાય છે. અને તે ગુણો વડે આત્મા પાંચમી ગતિ-મેક્ષ પામે છે. આવી ભાવના વિચારવી.
નૈવેદ્યપૂજા શા માટે–શરીરવાળાને ખાવાનું જોઈએ છે પરંતુ મેક્ષમાં અશરીર છે ત્યાં આહાર નથી, અણહારીપદ મેળવવા નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવાનું છે.
ફળપૂજા શા માટે–પાંચમીગતિ મોક્ષ-સિદ્ધશીલા ઉપર સ્થાન મેળવવાની ભાવના માટે ફળ સિદ્ધશિલા ઉપર મૂકવાનું છે.
દર્પણપૂજા શા માટે-દર્પણમાં પ્રભુનું મૂખ જોઈ તેમના જેવા વિતરાગી સ્વરૂપ મેળવવા, રાગદ્વેષ રહીત થવા દર્પણમાં જોવાનું છે.
ચામરપૂજા શા માટે–પ્રભુ પ્રત્યે ભક્તિ, પ્રીતિ, બહુમાન પ્રગટ કરવા ચામર વાંઝવા નૃત્ય પૂજા કરવાની છે.
શ્રાવકને ત્યાં દશ ચંદરવા જોઈએ- દેરાસર, વધશાળા, સામાઇકશાળા, ભોજનશાળા, વલેણુનું સ્થાન, ખાંડવાનું સ્થાન, પીરસવાનું સ્થાન, ચૂલા ઉપર, પાણીયારા ઉપર, સૂવાના સ્થાન પર.
સાત ગળણું રાખવા જોઈએ –પાણીનું, ઘીનું. તેલનું, છાનું, દૂધનું, ઉકાળેલા પાણીનું ગળણું અને લેટ ચારવાની ચારણી.
૧૮ દોષ રહીત જિનેશ્વર દે:-દાનાંતરાય લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, વીર્થાતરાય હાસ્ય, રતિ. અરતિ, ભય શોક, જુગુપ્સા નિંદા, કામ મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા અવિરતિ, રાગ, દ્વેષ.
આઠમદ (અભિમાન) અને તે કર્તાનું નામ - જતિમદ – હીરકેશી તપમદ – કુરગડુમહર્ષિ કુળમદ - મરીચિ | ઋદ્ધિમદ - દશાર્ણભદ્ર બળમદ – શ્રેણીક-(વસુભૂતિ) વિદ્યામદ – સ્થૂલભદ્રજી રૂપમદ - સનતકુમાર ચક્રવત લોભમદ – સુલૂમ ચક્રવતી સાત ભનાનામ-ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકા ભય મરણભય, અપયશ કે અપકીર્તિ ભય આદરવા યોગ્ય ધૂમના પ્રકારેના નામ- દાન, શીલ, તપ, ભાવ. પાંચ પ્રકારની ક્રિયા – વિષ, ગરલ, અનનુષ્ઠાન, તદુહેતુ, અમૃત