________________
પરિશિષ્ટ] સદાચારી–સંસ્કારી બનવું. [૬૬૧
કટાસણું શા માટે–અપ્રમત્ત થઈને સામાયિક પ્રતિક્રમણ ઉભા ઉભા કરવાના છે. પરંતુ જેમની શરીરની શક્તિ ન હોય તે બેસણે સંદીસાઉ અને બેસણે ઠા’ના આદેશ માંગી બેસવાની આજ્ઞા લે છે. કટાસણું ગરમ જોઈએ તેનાથી છકાયના જીવોની કિલામણથતી નથી. મુહપત્તી શા માટે ઉપયોગપૂર્વક બોલવા માટે મુખથી ચાર આંગળ દૂર મુહપત્તી રાખી બોલવાથી જીવદયાનું પાલન થાય છે. સંપાતિક જીવોનું રક્ષણ થાય છે. મુહપત્તીના પુરૂષોને પ૦ અને સ્ત્રીઓને ૪૦ બોલ બોલવાના હોય છે. મોઢે બાંધી રાખવાથી દયા પળાતી નથી. સામાયિકમાં સ્વાધ્યાય- સામાયિકમાં વાંચન, ચિંતન, મનન, માળા વગેરે કરવાના હોય છે. ઈર્ષા, મમતા કે કષાયે કરવા નહિ. સામાયિક ઉપર દષ્ટાંત–(૧)એક શેઠ હતા. આબરૂ ઘણી હતી કે થાપણ મૂકી જાય. શેઠના વહાણ દેશાવર ગયા હતાં. ઘણો સમય થયો છતાં કેાઈ સમાચાર આવ્યા નડી લેણદારેએ પૈસા માટે ઉતાવળ કરી-શેઠ અકળાયાં. સ્ત્રીને કહે છે કે ઝેર પીવું પડશે. લેણ રોને શું મોઢું બતાવું. સ્ત્રીએ કહ્યું એક સામાયિક કરી છે. પછી ઝેર પીજે. પુરૂ થયું બીજું, ત્રીજુ કરાવ્યુ દ્રવ્ય સામાયિક છે ભાવ નથી તેવામાં કોઈ આગેવાન પુરૂષ આવ્યો તેને યાત્રાએ જવું હતું. ત્રણ કરોડ રૂપિયા થાપણુ તરીકે આપીને ગયે શેઠને હિંમત આવી. લેણદારનું કામ પતાવ્યું. થોડા દિવસમાં વહાણો આવી ગયા શેઠને સામાયિક ઉપર શ્રદ્ધા થઈ ગઈ ત્યારથી રાજ કરવા લાગ્યા. (૨) કઈ ગામમાં શેઠને ત્યાં ચાર ચેરી કરવા આવ્યો બંને સામાવિકમાં હતા ધર્મ ચર્યા કરે છે. સાંભળી પછી ઘરમાં ઘૂસ્યો,
અવાજ થયો ત્યારે શેઠે પોતાના મનને સમજાવ્યું કે તારૂ છે તે “કઈ લઈ જાય નહિ. તારૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર ધન તારી પાસે જ છે માટે ચાર પર ક્રોધ કરતા નહી. સામાયિકમાં તે બધુ વસરાવ્યું તે પછી તેને વિચાર શા માટે ? વિકલ્પ ન કર. તારા ભાગમાં હશે તે કોઈ લઈ જશે નહી જે લઈ જશે તે પાછું આવશે માટે શ્રદ્ધા રાખ તેવામાં જોરે પોટલા બાંધી બહાર નાખ્યા. શેઠ નમે