________________
૬૫
ભક્તિનુદૂષણ-સ્વાર્થ (શ્રા. વિ. સલેખના આદિ વિધિ સહિત કરવી, એને ભાવાર્થ એ છે કે –“તે પુરૂષે અવશ્ય કરવા ગ્ય કાર્યને ભંગ થએ અને મૃત્યુ નજદીક આવે છતે પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર
સ્વીકાર કરી” વગેરે ગ્રત વચન છે, શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા પ્રતિક્રમણ વગેરે કિયા, તે કરવાની શક્તિ ન હોય તે, અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે તે દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંખેલના કરે, તેમાં અનુક્રમે આહારને ત્યાગ કરે તે દ્રવ્યથી અને કષાયને ત્યાગ કરે તે ભાવથી સંલેખના છે.
કહ્યું છે કે-શરીર સંલેખનવાળું ન હોય તે મરણ વખતે સાત ધાતુને એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું હારું આ (શરીર) વખાણ નથી કે શરીર કેવું સારું છે? કે હારી આંગળી ભાંગી કેમ? માટે હે જીવ! તું ભાવ સંલેખના કર. નજદીક આવેલ મૃત્યુ સ્વપ્ન શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે-માઠાં સ્વપ્ન, પિતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતને ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીત પણું એટલાં કારણેથી પુરુષે પિતાનું મરણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંખના કરી સકળ શ્રાવક ધર્મના ઉથાપનને સારૂ જ જાણે ન હોય? તેવી રીતે અંતકાળને વિષે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે-જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જે ચારિત્રને પ્રાપ્ત કરે. અને કદાચ જે મોક્ષને પામે નહીં તથાપિ વૈમાનિક દેવતા તે જરૂર થાય છે.