________________
જ. કૃ] સુખની લાલશા જ બધા દુઃખેનું મુળ છે. [૬૪પ ૧૨. ૧૩. સમ્યક્ત્વ અને અણુવ્રત–આજન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવાજજીવ સુધી સમક્તિ અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે.
૧૪. દીક્ષાનો સ્વીકાર તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એને ભાવાર્થ એ છે કે–શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પોતાને ઠગાયેલાની પેઠે સમજે. કેમકે–જેમણે સર્વ લોકોને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજોને ધન્ય છે. પિતાના કર્મને વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વવિરતિના પરિણામ એકાગ્રચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડું માથે ધારણ કરનારી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે-એકાગ્ર ચિત્તવાળે ગી અનેક કર્મ કરે, તે પણ પાણલાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ.
જેમ પર–પુરુષને વિષે આસક્ત થયેલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા ચગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છોડી દઈશ” એ ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેને પતિ મુસાફરી આદિ કરવા ગયે છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી છતી ભજન-પાન વગેરેથી શરીરને નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સર્વવિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પિતાને અધન્ય માનતે છતે ગૃહસ્થપણું પાલે. જે લેકેએ પ્રસારતા મેહને રેકીને જેની દીક્ષા લીધી, તે પુરુષોને ધન્ય છે અને તેમનાવડે આ પૃથ્વીમંડળ પવિત્ર થએલું છે.