________________
જ. કૃ] મેલે વેશે મહિયલ હાલે, [૬૧ થવાને સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હેય તે જીવજંતુ વગેરે બરાબર જોઈને વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ, ખાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી. ઘરનાં પરિમિત બારણું રાખવા વગેરે સંબંધી "શાસ્ત્રમાં પણ કહ્યું છે કે' જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દૂધ (પાષાણ, ઈટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યને સંગ્રહ હય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતે, હેય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હમેશાં થતા હોય, ન્હાના-મોટાની મર્યાદા સારી રીતે પળતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતે હોય, રોગીઓની ચાકરી ઘણું સારી રીતે થતી હોય, અને થાકી ગએલા માણસને થાક દૂર કરતે હોય, તે ઘરમાં લક્ષ્મી વાસ કરે છે.
આ રીતે દેશ, કાળ, પિતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધમિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જેવું. આ રીતે યથાવિધિ | બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદિધ વગેરે થવું દુર્લભ નથી. વિધિપૂર્વક બંધાએલા ઘરના લાભ અંગે દષ્ટાંતે ૬ ૯૮ એમ સંભળાય છે કે, ઉજજયિની નગરીમાં દાંતાક નામા શેઠે અઢાર કોડ નયા ખરચી વસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળે મહેલ તૈયાર કરાવ્યું.