________________
જ. | ફોગટ મેટાઈ મન રાખે, દિબ્દ કમાડ પિતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ. શુભ અને અશુભ ચિત્રે-ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં
ગિનીના નૃત્યને આરંભ, ભારત, રામાયણને અથવા બીજા રાજાઓને સંગ્રામ, ઋષિનાં અથવા દેવનાં ચરિત્ર હેય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફૂલની વેલડીએ, સરસ્વતિ, નવનિધાનયુક્ત લક્ષમી, કળશ, વધામણ, ચૌદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રે શુભ જાણવાં. વૃક્ષેથી થતી લાભ હાનિ-જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બોરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઊગે છે, તે ઘરને સમૂળ નાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય તે તે લક્ષ્મીને નાશ કરે છે, કાંટાવાળાં હોય તે શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તે સંતતિને નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહી, કોઈ ગ્રંથકાર કહે છે કે ઘરના પૂર્વ ભાગમાં વડનું દક્ષિણ ભાગે ઉંબર અને પશ્ચિમ ભાગમાં પિંપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે. ઘરની બાંધણી-ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈરૂત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યને સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાન કરવાં. અને શા. ૩૯