________________
૬૦૪] ગ્રંથ ભણીજન વચે; [શ્રા, વિ. ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણું આદિ ગુણ જે ઘરમાં હોય, તે ઘર ધર્માર્થકામને સાધનારૂં હોવાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે, તેટલા સારું કે–તિર્યંચ યોનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી વ્યાધ, ગુતિપાળ, ધાડપાડુ, ભિલ્લ, મચ્છીમાર, જુગારી, ચેર, નટ, નાચનાર, ભટ્ટ ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લેકને પાડોશ પિતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજ. તથા એમની સાથે દસ્તી પણ કરવી નહીં તેમજ દેવમંદિર પાસે ઘર હોય તે દુઃખ થાય, ચૌટામાં હોય તે હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તે પુત્રને તથા ધનને નાશ થાય.
સ્વહિત ઈચ્છનારે બુદ્ધિશાળી પુરુષ મૂખ, અધમ, પાખંડી, પતિત, ચેર, રેગી ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રીને ભેગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રી હત્યા અથવા બાળ હત્યા કરનારા એમને પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડશી હોય તે તેમના વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જેવાથી માણસ પિતે સગુણ હોય તે પણ તેના ગુણની હાનિ થાય. પાડોશણે જેને ખીર બનાવી આપી, તે સંગમ નામે શાલિ ભદ્રને જીવ સારાપાડોશીના દાખલા તરીકે, તથા પર્વ દિવસે મુનિને વહોરાવનાર પાડેશણુના સાસુસસરાને ખોટું સમજાવનારી સેમભદનીભાર્યા ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી.