________________
ચાકું] સહણી અનુમોદન કારણ, [પકડે
જ્ઞાનાચારને વિષે-મૂળસૂત્ર વાંચવારૂપ સજઝાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું, અને યથાશક્તિ અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી. | દર્શનાચારને વિષે-જિનમંદિરમાં કાજે કાઢવે, લીંપવું, ગહેલી માંડવી વગેરે જિનપૂજા, ચત્યવદન અને જિનબિંબને એપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં.
ચારિત્રાચારને વિષે-જળ મૂકાવવી નહિં, જૂ તથા શરીરમાં રહેલા ગંડળ પાડવા નહિ, કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં, ત્રસ જીવની રક્ષા કરવી. કોઈને આળ ન દેવું, આક્રોશ ન કરે, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા પારકે અવર્ણવાદ ન બોલ. પિતાની તથા માતાની દૃષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું રાત્રિને વિષે પુરુષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરુપની સેવા ન કરવી, ધન, ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડે કર. દિશાપરિમાણ વ્રતમાં પણ કેઈન મેકલવું, સંદેશે કહેવરાવવો, અધભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તૂરી એ ત્રણ વસ્તુનું તથા રત્ન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તમ, ઉત્તતિય, નાળિએર, કેળાં, મીઠાં લિંબુ, જામફળ, જાંબુ, રાયણુ, નારંગી, બજેરા,