________________
ચાકૃ], તેહવા ગુણ ધરાવા અણધીરા, [પપપ ? રીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે “એણે ઘણું ધન છેડીને દીક્ષા લીધી” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ ક્રોડ સેનૈયાને એક હોટે ઢગલે કરી સર્વ લેકોને બોલાવીને કહ્યું કે, “જે પુરુષ કૂવા વગેરેનું પાણી, દેવતા, અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણ વાનાં યાજજીવ મૂકી દે, તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકેએ વિચાર કરીને કહ્યું કે, “ત્રણ ક્રોડ ધન છેડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છેડાય.” મંત્રીએ કહ્યું કે, “અરે મૂઢ લોક! તે તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે? એણે તે જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલ હેવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે.” પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમક મુનિને ખમાવ્યા આ રીતે અછતી વસ્તુને ત્યાગ કરવા ઉપર દાખલે કહ્યો છે.
માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણ કરવા જોઈએ, તેમ ન કરે તે તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિ પણું રહે છે, તે નિયમ ઝડણ કરવાથી દૂર થાય છે, ભતૃહરિએ કહ્યું છે કે-“અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતોષથી ઘરમાં ભોગવવા યોગ્ય સુખને ત્યાગ કર્યો નહી, દુસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા પણ કલેશ વેઠીને તપ કર્યું નહી, રાત-દિવસ ધનનું ધ્યાન કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તે અમે કર્યા પણ તે તે કર્મોનાં ફલ તે અમને પ્રાસ ન જ થયાં.”