________________
ચા એ
પિપ૩
રહે શેલડી ઢાંકી રાખી,
ચતુર્થ પ્રકાશ
છે ચાતુર્માસિક કૃત્ય !
હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે. पइचउमोस समुचिअ-नियमगहो पाउसे विसेसेण ॥
જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક ચેમાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા વિશેષ નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તે ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણું વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દેષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઈયળ વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેના ફળને ત્યાગ કરે તે ઉચિત નિયમ જાણવા, અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયામાં ઔચિત્ય જાણવું. બે પ્રકારના નિયમ –તે નિયમ બે પ્રકારના છે. એક દુખે પળાય એવા તથા બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરતિ લેકેને સચિત્ત સને તથા શાકને ત્યાગ અને સામાયિકને સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય