________________
૫૪૮] ઉઘણ જેણે લહિલ; [શ્રા. વિ. જણાવી, તેથી રાજા ગુસ્સે થયે. એટલામાં પરચક આવ્યું. રાજાને પોતાની સેના સાથે શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડ્યું. પછી રાજાને જય થયે. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલને ખપ પડ્યો નહીં અને ઘાંચીને નિયમ સચવાયે.
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહૂર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી ત્યારે તેણે પિતાને નિયમ કહ્યો. તેથી રાજાને કોધ ચડે, પણ એટલામાં ધારાબંધ એક સરખે વર્ષાદ પડવાથી તેને નિયમ સુખેથી સચવાયે. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠી લાંતક દેવલેકે ચૌદ સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અચુત દેવલેકે ગયે. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ શેઠને જીવ જે દેવતા
સના પાકને
Eો
કે
આ
1