________________
૫૩] સંયમ કિરિયા નાવે. ધન્ય. (૧) [શ્રા. વિ.
વળી જેનાથી કષાયાદિકની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુને અથવા પ્રદેશને ત્યાગ કરવાથી તે તે દોષને નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કવાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ છોડવી, અને જે વસ્તુથી કષાયને ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવા ચંડરૂદ્ર આચાર્ય કૌધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યથી જુદા રહ્યા હતા. ચારે ગતિમાં દુઃખાનો વિચાર–સંસારની અતિશય વિષમ રિથતિ, પ્રાગે ચારે-ગતિમાં દુઃખ ઘણું ભેગવાય છે તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બનેમાં બહુ દુઃખ છે. તે તે પ્રસિદ્ધ છે. કેમકે-સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શાસ્ત્ર વિના એક બીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધામી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અપેનિશ પચીરહેલા નારકીજીને આંખમીંચાય એટલા કાલ સુધી પણ સુખ નથી. એક સરખું ભયંકર દશ પ્રકારે દુઃખ જ છે. હે ગૌતમ ! નારકી જી નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે, તેના કરતાં અનંતગણું દુઃખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પણ આદિને માર સહે છે વગેરે.
મનુષ્યભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુઃખ જ છે. કહ્યું છે કે હે ગૌતમ! અગ્નિમાં તપાવી લાલચેળ કરેલી સોયે એક સરખી શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠગણું વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં નિયંત્રમાં પીલાય