________________
દિ કૃ] તુજ વચન રાગ સુખ આગલે, [૪૫ તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારું એવું જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મેહને ઉદય, સ્વજનને ઉપસર્ગ થએ છતે, જીવદયાનું રક્ષણ કરવાને માટે, તપસ્યાને માટે, તથા આયુષ્યને અંત આવે શરીરને ત્યાગ કરવાને અર્થે આહારને ત્યાગ કરે. એ વિધિ સાધુ આશ્રયી કહ્યો. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણ. બીજે સ્થળે પણ કહ્યું છે કે– વિવેકી પુરુષે શક્તિ હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય–ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભેજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રે ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તે ભજન કરવું નહીં. કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી, પણ વાયુથી, થાકથી, કોધથી, શેકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી ઉત્પન્ન થએલ તાવમાં લાંઘણ કરવી નહીં. તથા દેવ, ગુરુને વંદનાદિકને વેગ ન હોય; તીર્થને અથવા ગુરુને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચક્ખાણ લેવા હેય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી, ચતુર્દશી વગેરે મહા પર્વના દિવસે પણ ભોજન કરવું નહીં. માસખમણ વગેરે તપસ્યાથી આ લેકમાં તથા પરલોકમાં ઘણા ગુણો ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે—તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકુ હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વાસુદેવ, ચકવતી વગેરે લોકોનાં તે તે દેવતાને પિતાને સેવક બનાવવા વગેરે ઈહલેકનાં કાર્યો પણ