________________
ક૬૦] યાવત પગ ક્રિયા નહી થંભી; શ્રિા. વિ. કનકદેવજ રાજા પાછો પિતાની નગરીએ જવા પહેલાં ઉત્સુક હતે તે પણ કુમારે કરેલી પરોણાગત જોઈ તેની ઉત્સુકતા જતી રહી. ઠીક જ છે, દિવ્ય ત્રાદ્ધિ જોઈ કેનું મન ઠંડું ન થાય? કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવાનવા પ્રકારની પરણાગતને લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હોવાથી પિતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું. એક વખતે સ્વાર્થને જાણ એવા કનકધ્વજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, “હે સપુરુષ! ધન્ય એવા તે જેમ હારી આ બે કન્યાને કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરીને પણ કૃતાર્થ કર” એવી ઘણી વિનતિ કરી ત્યારે કુમારે કબૂલ કરી. પછી રત્નસાર કુમાર, કન્યાઓ તથા બીજા પરિવાર સાથે રાજા પિતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિમાનમાં બેસી સાથે ચાલનાર ચકેશ્વરી, ચંદ્રચૂડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપારી સેનાની સ્પર્ધાથી જ ન હોય તેમ પોતે આકાશ વ્યાપી નાખ્યું. સૂર્યનાં કિરણ જ્યાં પ્રવેશ કરી શકતાં નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્ર જ ધારણ કર્યું ન હોય ! તેમ કોઇને પણ તાપ લાગે નહીં. કનકધ્વજ રાજા કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યું ત્યારે વધૂ-વરને જોવા માટે ઉત્સુક થએલા શહેરી લેકેને ઘણે હર્ષ થયા. પછી કનકદેવજ રાજાએ શક્તિથી અને નીતિએ જેમ ઉત્સાહ શોભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રત્નસાર કુમારને ઘણુ ઉત્સવથી પોતાની નગરીમાં પ્રવેશ કરાવ્યું.