________________
૪૫૮] શુભયોગે દ્રવ્યાશ્રવ થાય,
શ્રિા. વિ. કરેલાં હેવાથી મનહર દેખાતે. સાત માળ હોવાથી સાત દ્વીપોની સાત લક્ષમીઓનું નિવાસસ્થાન જ ન હોય ! એ જોવામાં આવતે, હજારે ઉત્કૃષ્ટ ગેખથી હજાર નેત્રવાળા ઇંદ્રજ ન હોય ! એવી શેભા ધારણ કરતે, મનનું આકર્ષણ કરનાર એવા ગેખથી વિધ્યપર્વત સરખે દેખાતે, કઈ સ્થળે કકેતન રત્નના સમુદાય જડેલા હતા. તેથી વિશાળ ગંગા નદી સરખે દેખાતે, કઈ સ્થળે ઊંચી જાતનાં વૈડૂર્ય રત્ન જડેલાં હોવાથી યમુના નદીના જળ જે દેખાતે, કોઈ ભાગમાં પરાગ રત્ન જડેલાં હોવાથી સંધ્યાકાળના જે રક્તવર્ણ દેખાતે, કોઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મનેવેધક શોભા ધારણ કરતે, કોઈ સ્થળે આકાશ જેવા પારદર્શક સ્ફટિક રત્ન જડેલાં હેવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારે, કેઈ સ્થળે સૂર્યકાંત મણિ જડેલાં હોવાથી સૂર્યકિરણના સ્પર્શવડે અમૃતવૃષ્ટિ કરનારો એ તે મહેલ હતે. પુણ્યને ઘણે ઉદય હોવાથી ચકેશ્વરી દેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું છે એ રત્નસાર કુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વોત્કૃષ્ટ અને સર્વ પ્રકારનું વિષયસુખ ભોગવવા લાગ્યું કે, કેટલાક તપસ્વીઓ પણ પિતાની તપસ્યા વેચીને તે સુખની વાંછા કરતા રહ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ મનુષ્યભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસાર કુમારે તે તીર્થની ભક્તિથી, દિવ્ય ઋદ્ધિના ભેગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચાલતા ભવમાં જ સર્વાર્થસિદ્ધિપણું મેળવ્યું. ગેન્દ્ર