________________
દિ કી શુદ્ધ દ્રવ્ય નય એમ વલિ દાખે; [૪પ૧ કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્યા અને પ્રેમપૂર્વક આલાપ કર્યા તે પાપની વાણું સરખા લાગ્યા, રાખમાં હામ કર, જળના પ્રવાહમાં પેશાબ કર અથવા ખારી ભૂમિમાં વાવવું, સી ચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકાર અશકમંજરીને વિષે નકામાં થયા, તો પણ વિદ્યાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યા નહીં. ચિત્તભ્રમ રોગવાળા પુરુષની માફક કામી પુરુષોને દુરાગ્રહ કહી ન શકાય એ હોય છે. તે પાપી વિદ્યાધર રાજા એક વખતે કોઈ કાર્યને બહાને પોતાને શહેર ગયે, ત્યારે વેષધારી તાપસ કુમારે હિંડોળાની કાડા કરતા તને જે, તાપસકુમાર હારા ઉપર ભર્સ રાખી, પિતાની હકીકત કહે છે, એટલામાં વિદ્યાધર રાજા ત્યાં આવી પવન જેમ આકડાના કપાસને હરણ કરે છે, તેમ તેને હરણ કરી ગયે, અને મણિરત્નથી દેદીપ્યમાન પોતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે કોધથી તેને કહ્યું કે “અરે દેખાતી ભેળી! ખરેખર ચતુર! અને બોલાવામાં ડાહી! એવી હે સ્ત્રી! તું કુમારની તથા બીજા કોઈની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને હારા વશમાં પડેલા મને ઉત્તર સરખો પણ આપતી નથી ! હજી હારી વાત કબૂલ કર, દુરાગ્રહ મૂકી દે, નહીં તે દુઃખદાયી યમ સરખે હું હાર ઉપર રુષ્ટ થશે એમ સમજ.” એવું વચન સાંભળી, મનમાં ધિર્મ પકડી અશોકમંજરીએ કહ્યું, “અરે વિદ્યાધર રાજા! છળબળથી શું લાભ થાય! છળવંત તથા બળવંત લોકોથી કદાચ રાજ્યાદ્ધિ આદિ સધાય, પરંતુ કેઈ કાળે પણ