________________
૪૪] ધ અધર્મ તણે ક્ષયરી, [શ્રા. વિ. પોતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાતજાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બોલાવે જ ન હોય ! તેમ કુમારની પાસે આવે. પૂર્વભવે કરેલાં પુણેની બલિહારી છે ! પછી ચંદ્રચૂડે કુમારને કહ્યું કે, “હે કુમાર ! તું હારી મરજી પ્રમાણે લડાઈ કર, હું તને હથિયાર પૂરાં, પડું, અને ત્યારા શત્રુના ચૂરેચૂરા કરી નાંખું.” ચંદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરને પક્ષ મળવાથી તક્ષકાદિકની માફક બમણ ઊત્સાહ પાસે, અને તિલકમંજરીના હાથમાં હંસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચડે તેમ તે સમરાંધકાર અશ્વ ઉપર ચઢ. ત્યારે ચંદ્રચૂડે શીઘ એકાદ ચાકરની માફક કુમારને ગાંડીવને તુછ કરનારૂં ધનુષ્ય અને બાણના ભાથાં આપ્યાં. તે વખતે રત્નસાર કુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુજાદંડને વિષે ધારણ કરેલા ધનુષ્યને હાટે ટંકાર શબ્દ કરતો આગળ આવ્યો. પછી બને મહાન યુદ્ધાઓએ ધનુશ્વના ટંકારથી દશે દિશાઓ બહેરી કરી નાખે એવું જાણ યુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્ય જોડવું અને છેડવું દક્ષ પુરૂષથી પણ દેખાયું નહીં. માત્ર બાણની વૃષ્ટિ એક સરખી થતી હતી તે પોપટ વગેરે સર્વના જોવામાં આવી. ઠીક જ છે. જળથી ભરેલે ને મેઘ વૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારાને પૂર્વાપર કય ક્યાંથી જણાય ? બાણ ફેકવામાં સવાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કેઈ કાળે પણ આકુળ-વ્યાકુળ ન થાય એવા તે બન્ને વચ્ચેનાં કારણે જ