________________
[૪૨૫
દિ કૃ] àા જિનગુણ શ્રુતિ કેમ. સુર્ણા (૧૦૧) દેખાઈ, પછી રત્નસાર કુમારે તે સ્ત્રીને કહ્યુ, “ હું સુંદર સ્ત્રી ! જો ત્હારા મનને કાંઈ પણ ખેદ ન થતા હાય તા હું કાંઈક પૃષ્ઠું છું. '' તે સ્ત્રીએ “ પૂછે; કાંઈ હરકત નથી. ” એમ કહ્યું, ત્યારે કુમારે તેની સર્વ હકીકત પૂછી, બાલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પોતાના મનેવેધક વૃત્તાંત કહ્યો. • ઘણા સુવણ ની શેાભાથી અલૌકિક શાભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પેાતાના કુળને દીપાવનાર સુવર્ણની ધ્વજા જેવા કનકધ્વજ નામે રાજા હતેા. તે રાજાએ પેાતાની અમી નજરથી તણખલાંને પણ અમૃત સમાન કર્યાં.. એમ ન હેાત તેા તેના શત્રુએ દાંતમાં તણખલાં પકડી તેને સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત ? પ્રશંસા કરવા જેવા ગુણેાને ધારણુ કરનારી અને સ્વરૂપથી ઇંદ્રાણી જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાણી કનકધ્વજના અંતઃપુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સૂતી હતી, એટલામાં કન્યાની પ્રાપ્તિ કરાવનારૂં સ્વપ્ન તેના જોવામાં આવ્યું. મનમાં રિત અને પ્રીતિ ઉત્પન્ન કરનારૂ, રતિ અને પ્રીતિ એ . બન્નેનુ જોડુ' કામદેવના ખેાળામાંથી ઉઠીને પ્રીતિથી મ્હારા ખેાળામાં આવીને બેઠું. તેના સ્વપ્નમાં એવા સબધ હતા. શીઘ્ર જાગૃત થયેલી કુસુમસુંદરીએ વિકસ્વર કમળ સરખાં પેાતાનાં નેત્ર ઉઘાડયાં. જેમ મ્હાટા પૂરથી નદી ભરાય છે તેમ કહી ન શકાય એવા આનંદપૂરથી તે પિરપૂર્ણ ભરાઈ ગઈ. પછી તણે કનકધ્વજ રાજા પાસે જઈને જેવું જોયુ હતુ, તેવુ' સ્વપ્ન કહ્યુ', સ્વપ્નવિચારના જાણુ એવા રાજાએ પણ સ્વપ્નનું ફળ કહ્યું. તે નીચે પ્રમાણે