________________
દિ કૃ] જીવાભિ ગમે રે એમ; [૨૩ સેવા કરવા ઘણું તત્પર થઈ રહે છે, એવા શ્રી દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને હારે નમસ્કાર થાઓ. પરમ આનંદકંદ સરખા, પરમાર્થને ઉપદેશ કરનારા, પરબ્રહ્મ સ્વરૂપવાન, અને પરમયેગી વીતરાગ એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમાત્મસ્વરૂપ, પરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિ દેવને મારે નમસ્કાર થાઓ, મહાત્માઓને વંદન કરવા ગ્ય, લક્ષ્મીનું અને મંબિલનું સ્થાનક તથા ગીપુરુષોને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને હારે નમસ્કાર થાઓ.” ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક રોમરાજી વિકસ્વર થઈ છે, એવા રત્નસાર કુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તવાર્થની પ્રાપ્તિ થવાથી એમ માન્યું કે “મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું.”
પછી રત્નસારકુમારે તૃષાથી મંદિરના આગલાભાગમાં રહેલી શોભારૂપ, પીડાયેલ માણસની પેઠે ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિ સુખ ભોગવ્યું. તે ઉપરાંત, શ્રેષ્ઠ શેભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલે રત્નસાર, મન્મત્ત અરાવત હાથી ઉપર બેઠેલા ઈન્દ્રની પેઠે ભવા લાગે. પછી રત્નસાર કુમારે પિપટને કહ્યું કે, “તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનાર કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી?” પિપટે કહ્યું કે, “હે મિત્ર! વિષાદ ન કર, હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શુભ શુકન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસકુમાર મળશે.”