________________
દ, ક] વાંચી પુસ્તક રત્નનાંછ, જિ૧૭ એવી જ મહેરબાની હોય છે! પછી તાપસકુમારે, રાજા ભેજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડે તેમ તે પિપટને તેની જાતને ઉચિત એવા ફળોથી તૃપ્ત કર્યો. ઘડાને પણ તેની જાતને લાયક આસના વાસના કરી, તથા
ગ્ય વસ્તુ ખવરાવી તાપસકુમારે થાક વિનાને તથા તૃપ્ત કર્યો, ઠીક જ છે. મોટા મનવાળે પોપટ રત્નસાર કુમારને અભિપ્રાય સમ્યક્ પ્રકારે જાણું પ્રીતિથી તાપસકુમારને પૂછવા લાગ્યું કે હે તાપસ કુમાર ! જેને જોતાં જ રેમરાજી વિકસ્વર થાય એવા આ નવયૌવનમાં કલ્પના પણ ન કરી શકાય એવું આ વ્રત તે કેમ આદર્યુ? સર્વે સંપદાઓને જાણે એક સુરક્ષિત કેટ જ ન હોય ! એવું આ હારૂ સ્વરૂપ કયાં ? અને સંસાર ઉપર તિરસ્કાર ઉત્પન્ન કરનારું એવું આ તાપસ વત તે કયાં? જેમ અરણ્યમાં માલતીનું પુષ્પ કેઈન ભેગમાં ન આવતાં વ્યર્થ સૂકાઈ જાય છે, તેમ તે હારૂં આ ચાતુર્ય અને સૌંદર્ય પ્રથમથી જ આ તાપસ વ્રત લઈ નિષ્ફળ કેમ કરી નાખ્યું? દિવ્ય અલંકાર અને દિવ્ય વેશ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કોમળ શરીર અતિશય કઠોર એવા વલ્કલેને શી રીતે સહન કરી શકે? જેનારની નજરે મૃગજળ પેઠે બંધનમાં નાંખનાર એ આ હારે કેશપાશ કૂર એવા જટાબંધને સંબંધ સહેવા લાયક નથી. આ હારૂં સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને યોગ્ય એવા નવનવા ભેગોપભોગે શૂન્ય હોવાથી હાલમાં અમને ઘણું દયા ઉત્પન્ન કરે છે, માટે હે તાપસકુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હેવાથી શ્રા. ૨૭