________________
હિ. ] પુજે જિન પ્રતિમા પ્રતેજી, [૪૧૫ મિત્ર ન હોય! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા તે હમણાં પ્રીતિથી એક બીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માંહોમાંહે આલિંગન કરીને મળ્યાં. પછી માંહોમાંહે દઢ થયેલી પ્રીતિ તેવી જ રાખવાને અર્થે તે બન્ને જણા એક-બીજાને હાથ પકડી ડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા. પ્રીતિથી માંહોમાંહે હસ્તમેલાપ કરનારા અને કુમાર જંગલની અંદર કીડા કરનાર બે હાથીના બચ્ચાંની પેઠે શોભવા લાગ્યા. તાપસકુમારે જેમ પોતાનું સર્વસ્વ દેખાડ્યું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળાવ, કીડા કરવાનાં સ્થાનકે વગેરે સર્વ રત્નસારને દેખાડયાં. ફળોની તથા ફૂલેની ઘણી સમૃદ્ધિ થવાથી નમી ગએલાં એવાં, પૂર્વે કઈ સમયે જેવામાં ન આવેલાં, કેટલાંક વૃક્ષે નામ દઈને તાપસકુમારે રત્નસારને પોતાના ગુરુ માફક ઓળખાવ્યાં, પછી રત્નસાર, તાપસકુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થે હાથીની પેઠે એક ન્હાના સરેવરમાં ન્હાયે. તાપસકુમારે રત્નસારને સારી પેઠે ન્હાયાની વાત પૂછીને તેની આગળ ફૂલ-ફળાદિ લાવી મૂકયાં. જાણે પ્રત્યક્ષ અમૃત જ ન હોય, એવી પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લેકનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષણ કરવાને અર્થે અધીરા થઈ જાય એવાં પાકેલાં સુંદર આમ્રફળ, ઘણાં નાળિયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળ, ખજૂરનાં ફળ, મીઠાશનું માપ જ ન હોય! એવાં ઘણાં રાયણનાં ફળ, પાકાં ક્ષીરામલકીનાં ફળે, જેની અંદર સ્નિગ્ધબીજ છે એવા હારબંધ ચારેળીનાં ફળ, સારાં બીજવાળાં સુંદર બીજ ફળે, સારાં મધુર