________________
૩૭૬] જો જિનરાજ ભકિત પરિહરિ; [શ્રા. વિ. ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. પુરૂષે દરરેજ ત્રણ રંક ભક્તિ તથા શરીરવડે અને વચનવડે માનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યો દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામ કરવાં, તથા તેમની પાસે શ્રધ્ધાથી ધર્મોપદેશ સાંભળવો ધર્માચાર્યને આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધમી લેકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પોતાની શક્તિ પ્રમાણે રેકે; પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે–મહટાઓની નિ દા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યને
તુતિવાદ હંમેશાં કરે, કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યનાં છિદ્ર ન જેવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુવર્તવું, તથા પ્રત્યેનીકલકોએ કરેલા ઉપદ્રવોને પિતામાં જેટલી શકિત હોય તેવી શક્તિથી વારવા. પ્રશ્ન
પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જેવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રની પેઠે શી રીતે વર્તવું ?” ઉત્તર : ખરી વાત છે, ધર્માચાર્ય તે પ્રમાદથી અને મમતાથી રહિત જ છે, પણ જુદી જુદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિને અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જુદો જુદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે “હે ગૌતમ ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે, એક માતા-પિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શક્ય