________________
૩eo] વિષયારંભ તો ભય નથી. (૮૭) [શ્રા. વિ. છે; તથા એક-બીજા ઉપરને રાગ ઉતરી જાય તે કદાચ બને જણે અનુચિત કૃત્ય કરે. આ ઉપર એક વાત કહે છે. કજોડાનું દષ્ટાંતઃ ભેજરાજાની ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણે કુરૂપ અને નિર્ગુણ એ પુરુષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરૂષ સારે અને સ્ત્રી બેશીકલ હતી. એક સમયે બન્ને જણના ઘરમાં ચેરે ખાતર પાડ્યું, અને બન્ને કડાને જેઈ કાંઈ ન બોલતાં સુરૂપ સ્ત્રી સુરૂપ પુરૂષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી.
જ્યાં સુરૂપને વેગ થશે, તે બને સ્ત્રી-પુરૂષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા. તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીને યંગ થયે, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યું. રાજાએ ઢંઢેરો પીટાવ્યા ત્યારે ચોરોએ આવીને કહ્યું કે,
હે મહારાજ ! રાત્રે ચેરી કરનારા અને વિધાતાની ભૂલ સુધારી, એક રત્નને બીજા રત્નની સાથે ભેગા કર્યો. તે ચેરની વાત સાંભળી હસીને રાજાએ તેજ વાત પ્રમાણ કરી. વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “તેને ઘરના કાર્યભારમાં જેડે.એમ કહેવાનું કારણ એ છે કે, ઘરના કારભારમાં જોડાયેલ પુત્ર હમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છેદ અથવા મદેન્મત્ત ન થાય તેમજ ઘણું દુઃખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતની જાણ થતા અનુચિતવ્યય કરવાનું મનમાં ન લાવે. “ઘરની માલિકી સેંપવી” એમ કહ્યું, તેનું કારણ એ છે કે હેટા લેકે એ રોગ્યકાર્ય ન્હાનાને માથે નાખવાથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય