________________
૩૬૪] વિધિ જે નાવિ હિંસા વદી શ્રા, વિ. પ્રેમ ઉપજે છે. અને તેથી તે કેઈસમયે પણ પતિને અણગમતું કામ કરે નહીં. આભૂષણ આપવા કારણ એ કે સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તે તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે–લક્ષ્મી સારાં કાર્યકરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે, અને ઈન્દ્રિય વશરાખવાથી સ્થિર રહે છે. નાટક, સીનેમા, મેળામાં સ્ત્રીઓને જતાં અટકાવવા. કારણ કે ત્યાં લકેના અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી ખરાબ ચેષ્ટાઓ જેવાથી નિર્મળ એવું સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે, માટે નાટક જેવા નહિ. પુરૂષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગો અથવા કોઈને ઘેર જતાં અટકાવે, અને કુશીલીની, પાખંડીની સેબતથી દૂર રાખે, દેવું, લેવું, સગાં વહાલાનું આદરમાન કરવું, રસેઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છૂટી–એકલીને જુદી ન રાખે, સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ હરવું-ફરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તે મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથે જ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં કરવાના કામ-પથારી ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગાળવું, ચૂલો તૈયાર કરવો, થાળી તપેલા આદિ વાસણ વાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયે દેહવી, દહીં વલોવવું, પાક કરવો, જમનારાઓને ઉચિત પણે અને