________________
દિ. કૃ] જીન પૂજાદિક શુભ વ્યાપાર, [૩૫૯ શીઘ આવે ત્યારે તે માણસ પોતાના તે ધણને સર્વસ્વ આપે તે પણ તેના ઉપકારને બદલે વાળી શકાય નહીં, પરંતુ જે કેવલિભાષિત ધર્મ કહી સમજાવી અને અંતભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિશે સ્થાપન કરનારે થાય તે જ તેનાથી ધણીના ઉપકારને બદલે વાળી શકાય. ધર્માચાર્યના ઉપકારને બદલો
કેઈ પુરૂષ સિધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ-સંબંધી ઉત્તમ એકજ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી મરણને સમય આવે મરણ પામી કોઈ દેવકને વિશે દેવતાપણે ઉત્પન્ન થાય. પછી તે દેવતા પિતાના તે ધર્માચાર્યને જે દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઊતારે, અથવા કઈ દીર્ઘકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તે પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી ન શકાય. પણ તે પુરૂષ કેવલિભાષિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી. અંતભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય તે જ તે પુરૂષથી તે ધર્માચાર્યના ઉપકારને બદલો વાળી શકાય.” માતાપિતાની સેવા કરવા ઉપર, પિતાનાં આંધળાં માબાપને કાવડમાં બેસારી કાવડ પિતે ઉંચકી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે