________________
દિ. ] અવર એક ભાખે આચાર, [૩૫૫
ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાં ખરાં પદેની વ્યાખ્યા અથદીપિકામાં કરી છે. ધમ લોકે દેશવિરુદ્ધ કાળવિરુધ્ધ, રાજવિરુધ અથવા લોકવિરુદધ આચરણ કરે તે તેથી ધર્મની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્મવિરુધ્ધ સમજવું. ઉપર કહેલું પાંચ પ્રકારનું વિરુદ્ધકર્મ શ્રાવકે છેડવું. આ રીતે દેશાદિ પાંચ વિરુદધકર્મને ત્યાગ કર. ઊંચત આચાર અને તેના નવ ભેદ-હવે ઉચિત કર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આ લેકમાં પણ સ્નેહની વૃદિધ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળામાં જે ગાથાઓ વડે દેખાડ્યું છે, તે અહીં લખીએ છીએ. માણસ માત્રનું માણસપણું સરખું છતાં કેટલાક માણસો જ આ લેકમાં યશ પામે છે, તે ઉચિત આચરણને મહિમા છે એમ નકકી જાણવું. તેનાં નવ પ્રકાર છે, તે એ કે – પોતાના પિતા સંબંધી, માતા સંબંધી, સગા ભાઈ સંબંધી, સ્ત્રી સંબંધી, પુત્રપુત્રી સંબંધી સગાંવહાલાં સબંધી, વડીલ લેકે સંબંધી, શહેરના રહીશ કે સંબંધી તથા અન્યદર્શની સંબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેકે કરવું. પિતાનું ઉચિત : પિતાની શરીર–સેવા ચાકરની પેઠે પોતે વિનયથી કરવી, તે એમ કે – તેમના પગ દેવા તથા દાબવા, વૃધ્ધાવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને પંચે એવું ભેજન, બિછાનું વ, ઉવટાણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજા