________________
દિ કૃ] ધન્ય તે કૃતપુણ્યકૃતારથ, [૩૪૯ દેશ વિરૂદ્ધઃ વળી દેશાદિ વિરુદ્ધ વાતને ત્યાગ કરે, એટલે જે વાત દેશવિરુદ્ધ (દેશની રૂઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છોડી દેવી. હિતેપદેશમાળામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લેક તથા ધર્મ આમાંથી કોઈને પ્રતિકૂળ આવે તેવી વાત છે વજે, તે તે સમક્તિ અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવ એ દેશવિરુદ્ધ છે. બીજુ પણ જે દેશમાં શિષ્ટ લોકોએ જે વર્યું હોય તે તે દેશમાં દેશવિરુદ્ધ જાણવું. અથવા જાતિ કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશવિરુદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું તથા તલ, લવણ વગેરે વસ્તુને વિકય કરે એ દેશવિરુદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણે જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની પેઠે ઘાણીમાં પલાય છે. કુળની રીત ભાત પ્રમાણે તે ચૌલુકય વગેરે કુળમાં થએલા લેકેને મદ્યપાન કરવું તે દેશવિરુદ્ધ છે; અથવા પરદેશી લકે આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરુધ કહેવાય છે. કાલવિરૂદ્ધઃ હવે કાલવિરુદ્ધ આ રીતે - શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણે જ ચીકણે કાદવ રહે છે, એવા