________________
દિ, કુ] ગૃહિ યતિ લિંગ કુલીગેલખીયે, [૩૩૭ ગૃહસ્થને તથા બીજુ ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષ્મી કેને વલ્લભ નથી ? પણ અવસર આવે પુરુષો તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશને ફેલા કર હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાને નિર્ધન બાંધને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરે હોય, ૭ શત્રુને ક્ષય કરવો હોય અને ૮ કાંઈ સંકટ આવ્યું હોય તે ડાહ્યા પુરુષો (એ આઠ કૃત્યમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણી (પૈસાને ચોથો ભાગ) પણ બેટે માગે જાય તે એક હજાર નૈયા ગયા એમ સમજે છે તે જ પુરુષ યોગ્ય અવસર આવે જે કોડે ધનનું છુટથી ખરચ કરે, તે લક્ષ્મી તેને કઈ વખતે પણ છોડે નહીં. ૬૬૮નવી વહુનું દૃષ્ટાંત-એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પોતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટાવડે પગરખાને ચેપડતાં જોયા. તે જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “મહારા સસરાની એ કૃપણતા છે કે ઘણી કરકસર છે?” એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “હારું માથું દુઃખે છે.” એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણી ઘણી બૂમ પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું. “મને પહેલાં પણ કેઈ વખતે એવો દુઃખાવો થતે હતું, ત્યારે ઊંચા મોતીના ચૂર્ણના લેપથી તે મટતે.” તે સાંભળીને સસરાને ઘણે હર્ષ થયું. તેણે તુરત ઊંચા મોતી શ્રા. ૨૨