________________
દિ. કૃ] આપ હિનતા જે મુનિ ભાખે, [૩૨૭ કરતાં જે કાંઈ નજીકમાં પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તે તે કરીને જવું. કહ્યું છે કે ઉત્સવ, ભજન,
હોટું પર્વ તથા બીજા પણ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય તો અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય તે પરગામે જવું નહી એમજ બીજી વાતને પણ શાસ્ત્રાનુસારે વિચાર કર. વળી કહ્યું છે કે-દૂધનું ભક્ષણ, સ્ત્રીસંભોગ, સ્નાન, સ્ત્રીને તાડના, વમન તથા ઘૂંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શુકન થતાં ન હોય તે પરગામે ન જવું. પિતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બ જુને પગ આગળ મૂકવે. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણે પુરુષે માર્ગે જતાં સામા આવેલા. રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા ગર્ભણી સ્ત્રી અને માથે ભાર હેવાથી નમી ગએલે માણસ એટલા લેકોને પ્રથમ માર્ગ આપીને પછી પિતે જવું. પર્વ અથવા અપક્વ ધાન્ય, પૂજવા યોગ્ય મિત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટાણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદુ એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું. થેંક, લેમ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિ અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી માણસે નદીના કાંઠા સુધી, ગાયે બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા