________________
[૩૧૩
વંદ કૃ] આદરીએ નવિ સર્વથા,
સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદા અંદર રહેલા રહેલા શારદા નંદને દીવાનની પુત્રી સમજતો હતો, તેથી તેણે તેને પૂછ્યું કે, “હે બાળા! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલ વાઘની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે?” એમ રાજાએ પૂછયું, ત્યારે શારદાનંદને કહ્યું કે, “હે રાજન્ ! દેવ-ગુરુના પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીને તલ જા, તેમ આ વાત પણ હું સમજું છું” આ સાંભળી રાજા અજાયબ થયે અને કહેવા લાગ્યું કે, “શું શારદાનંદન!” સામે “હા” ને જવાબ મળતાં બંનેને મેળાપ થયે, અને તેથી બંને જણાને ઘણે આનંદ થયે. પાપના પ્રકાર–આ લેકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજું જાહેર. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજુ મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુમ લઘુ પાપ અને વિશ્વાસઘાત વગેરે કરે એ ગુપ્ત મહાપાપ છે.
જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજું લોકલજજા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકે કુળાચારથી જ હિંસા આદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું; અને સાધુને વેષ પહેરી નિર્લજ્જપણાથી હિંસા આદિ કરે તે જાહેર મહાપાપ જાણવું. લજજા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે. કારણ કે, જાહેર મહાપાપથી શાસનનેઉદ્દાહ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે થે કમ