________________
૩૦૮] દાનાદિક શુભ કમરે (શ્રા. વિ. રીતે પેતાની આજીવિકા કરે? આજીવિકા તે કર્મને આધીન છે, તે પણ વ્યવહાર”શુદ્ધ રાખે તે ઊલટા ગ્રાહકે વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય. દ. ૬૦ વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠની કથા એક નગરમાં ફેલાક નામે શેઠ હતું. તેને ચાર પુત્ર હતા, તથા બીજે પરિવાર પણ મહેટ હતે. હલાક શેઠે ત્રણશેર, પાંચશેર વિ. ટાંકાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર નામ કહી પુત્રને ગાળદેવાના બહાનાથી ખોટાં તેલ માપ વાપરીને તે લેકેને ઠગતે હતે. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એકસમયે શેઠને સમજાવ્યા. શેઠે કહ્યું કે, “શું કરીએ! એમ ન કરીએ તે નિર્વાહ શી રીતે થાય? કહ્યું છે કે ભૂખ્યોમાણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે “હે તાત? એમ ન કહે, કારણ કે, વ્યવહાર રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે. કહ્યું છે કે-લક્ષ્મીનાઅથી સારામાણસે ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તે તેમનાં સર્વકાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે, ધર્મ વિના કઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી, માટે હે તાત! પરીક્ષા જેવાને અર્થે છમાસ સુધી શુદ્ધવ્યવહાર કરે. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતિ થાય તે આગળ પણ તેમજ ચલાવજે.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શેઠે તેમ કરવા માંડયું. વખત જતાં ગ્રાહકઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ચાર તેલા સેનું થયું. પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખવાય તે પણ તે પાછું હાથ આવે