________________
૨૭૮] કુમતિ કદાગ્રહ પોષેરે છે તુજ. (૬૯) [શ્રા. વિ. લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચનાં પાંચ શિલા જ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિલ્પના વીસ વીસ પેટભેદ ગણતાં સર્વ મળી સે ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એક બીજાથી જુદી પાડનારી હેવાથી જૂદી ગણીએ તો ઘણું જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિલ્પ કહેવાય છે, ઉપર કહેલા પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લેક–પરંપરાથી ચાલતું આવેલું ખેતી-વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે સિદ્ધાંતમાં કહ્યું છે કે-આચાર્યના ઉપદેશથી થએલું શિલ્પ અને ઉપદેશથી ન થએલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં, બાકી રહેલા કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક ફિલ્મમાં સમાઈ જાય છે. કર્મને સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે–બુદ્ધિથી કર્મ કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાઅધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર એક દષ્ટાંત કહે છેદ. ૫૧ બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત-ચંપાનગરીમાં મદન નામે એક શ્રેષ્ઠીને પુત્ર હતું. તેમણે બુદ્ધિ આપનારા લેકની દુકાને જઈ પાંચ રૂપિયા આપી એક બુદ્ધિ લીધી કે“બે જણ લડતાં હોય ત્યાં ઉભા રહેવું નહિં,” ઘેર