________________
૨૬૨) તું સાહેબ ચીર છવો રે તુજ (૧૫) [શ્રા. વિ. શચ્યા (પગ પસારીને સુવાય તે), સંથાર (શગ્યાથી કાંઈક નાને), ઔષધ (એક વસાણાનું), ભેષજ (ઘણું વસાણાવાળું), વિ. માંથી હે ભગવન ! ખપ હોય તે સ્વિકારી મારા ઉપર અનુગ્રહ કરે. એમ પ્રગટપણે નિમંત્રણા કરવી. હાલ આવી નિમંત્રણા તે બૃહવંદન કીધા પછી શ્રાવક કરે છે, પણ જેણે ગુરુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તે સૂર્ય ઊગ્યા પછી જ્યારે પિતાને ઘેર જાય ત્યારે નિમંત્રણ કરે. જેને ગુરુ પાસે પ્રતિકમણ ન કર્યું હોય તેણે ગુરુને વાંદવાના પ્રસંગે નિમંત્રણા કરવી. ઘણે ભાગે તે દેરાસરમાં જિનપૂજા કરી નૈવેદ્ય ચઢાવી ઘેર ભોજન કરવા જવાના અવસરે ફરી ગુરુ પાસે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈધાદિકની પાસે ચિકિત્સા કરાવી ઔષધાદિક આપે. જેમ એગ્ય હોય એમ પથ્યાદિક વહેરાવે. જે જે કાર્ય હોય તે કરી-કરાવી આપે.
કહ્યું છે કે સાધુના તે જ્ઞાનાદિક ગુણને સહાયભૂત આહાર, ઔષધ અને વસ્ત્ર વિગેરે જેમ કેગ્ય લાગે તેમ આપવું. જ્યારે ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હંમેશાં તેમના યોગ્ય જે જે પદાથો તૈયાર હોય તે નામ દઈને વહોરાવે. જે એમ ન કરે તે કરેલી નિમંત્રણ નિષ્ફલ થાય છે, નામ દઈને વહેરતાં પણ જો સાધુ વહોરે નહીં તે પણ લાભ છે કહ્યું છે કે મનથી પણ પુન્ય થાય છે, વળી વચનથી (નિમંત્રણ કરવાથી) વધારે પુન્ય છે, અને કાયાએ તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે માટે દાન તે કલ્પવૃક્ષની જેમ ફળદાયક જ છે. ગુરુને જે