________________
દિ ] મહેલ ચઢતા જેમ નહીંછ, [૨૨૭ બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રગ્સ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણે કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. | વેદાંતમાં–પ્રાણ કંઠગત થાય, તે પણ સાધારણ દ્રવ્યને અભિલાષ ન કરે. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણે તે પાછો રૂઝાતું નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભેગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે.
નરકમાંથી નીકળીને તે બન્ને જણ સર્ષ થયા. ત્યાંથી બીજી નરકે ગયા. ત્યાંથી નીકળી ગીધ થયા. પછી ત્રીજી નરકમાં ગયા. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકે દ્રિય, બેઈદ્રિય, તે ઈ. દ્રિય, ચૌદ્રિય અને પંચેન્દ્રિય તથા તિર્યએનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતાદનીય કર્મ ભેગવી ઘણું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તને જીવ કર્મ સાર અને જિનદાસને જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા. બાર દ્રમ્ય દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બને જણાને બાર હજાર ભાવમાં ઘણું દુઃખ ભોગવવું પડ્યું. આ ભવમાં પણ બાર કોડ એનૈયા જતા રહ્યા, બાર વાર ઘણો ઉદ્યમ કર્યો, તે પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ 1 x વીસ કેડીએ એક કાંકિણી, ચાર કાંકિણીયે એક પણું, અને તેવા સેળ પણે એક દ્રમ્મ થાય.