________________
[૧૭
છેડે જ વ્યવહારને જી, કરવી નહીં, પણ ખરા માલની લેવડદેવડ કરનારા સદ્વ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. શાસ્ત્રકારે કહ્યું છે કે
જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મેહમાં મુંઝાએલા અજ્ઞાની છે ભવસમુક્માં ડૂબે છે.
કેટલાક આચાર્ય તે એમ કહે છે કે, શ્રાવક વગર બીજા કેઈને દેવદ્રવ્ય ધીરવું હોય તે સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસશેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખે છે. દેવદ્રવ્યના ભક્ષણરક્ષણ ઉપર સાગરશ્રેણીનું દષ્ટાંત ૬. ર૬ સાકેતપુર નામના નગરમાં અરિહંતને ભક્ત એ સાગરશ્રેષ્ઠી નામે સુશ્રાવક રહેતું હતું. સર્વ શ્રાવકેએ. સાગરશ્રેષ્ઠીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સોંપ્યું, અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજો” પછી સાગરશ્રેષ્ઠીએ લેભથી દેવદ્રવ્ય વાપરી ધાન્ય, ગેળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણું ચીજે વેચાતી લઈ મૂકી, અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, મેળ, ઘી આદિ વસ્તુ મેંઘે ભાવે આપે, અને લાભ મળે તે પિતે રાખે. એમ કરતાં તેણે