________________
દયા શુદ્ધ તે પાલે;
[૧૯ સત્ય હોય તે રૂપીએ બરાબર ચાલે છે, તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બને તેવાથી સત્ય સમજવી. બીજા ભાંગ સરખી વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હોય પણ કિયા શુદ્ધ નથી, તે પણ માનવા યોગ્ય છે બહુમાન છે, ક્રિયા શુદ્ધ કરાવી શકે છે. એ બીજા ભાંગી સરખી સમજવી. કેઈક વસ્તુના લાભના નિમિત્તથી કિયા અખંડ કરે, પણ અંતરંગ પ્રેમ નથી તેથી ત્રીજા ભાંગાની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે? એ તે કેવળ લેકેને દેખાડવા રૂપ જ ગણાય છે, એ નામની જ ક્રિયા છે, તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. જેથે ભાંગો પણ કશા કામ નથી, કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચેથાભાંગાને તત્ત્વથી વિચારીએ તે વંદના જ ન ગણાય. દેશ-કાળને આશ્રયીને છેડે અથવા ઘણે વિધિ અને બહુમાન સંયુક્ત એ ભાવસ્તવ કરો.. | શ્રી જિનશાસનમાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારના અનુષ્ઠાન કહેલાં છે. ભદ્રપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કંઈ કામ કરતાં પ્રીતિને સ્વાદ ઉત્પન્ન થાય છે, બાલાદિકને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું. શુધ વિવંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભક્તિ સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેને પૂર્વાચાર્યો ભક્તિઅનુષ્ઠાન કહે છે. આ બંનેમાં પરિપાલણા સુરખી છે, પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભક્તિરાગ એમ