________________
દિ ક] મુખે અન્યથા જપે છે શુ, (૪૧) [૧૬૫ પ્રણામ કરીએ તે બીજો અર્ધાવત પ્રણામ, બે ઢીંચણ બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસણ દઈએ તે ત્રીજે પંચાગ પ્રણામ. પૂજા : ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગ પૂજા, ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા. ભગવાનની આગળ સ્તુતિ, તેત્ર, ગીત, બાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા અવસ્થા:પિંડસ્થ એટલે છદ્મસ્થાવસ્થા ૧. પદસ્થ એકલે કેવલી અવસ્થા ૨. રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩. દિશા–જે દિશાએ જિનપ્રતિમાં હોય તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જેવું. પંજવુ-ચૈત્યવંદન કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણવાર પૂજવી. મુદ્રા : બે હાથની દશે આંગળીઓ માંહે મોહે મેલવી કમળના ડોડાને આકારે હાથ જોડી પેટ ઉપર કેણી રાખવી તે પહેલી વેગમુદ્રા. બે પગનાં આંગળાની વચમાં આગળથી ચાર આગળ અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસગ્ગ કરે તે બીજી જિનમુદ્રા. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાશુક્તિમુદ્રા. પ્રણિધાન : જાવંતિ ચેઈથાઈ એ ગાથાએ કરી ચત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન. જાવંત કેવિસાહ એ ગાથાએ કરી ગુરૂને વાંદવા રૂપ બીજું પ્રણિધાન. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. આ દશાવિક છે. ૨ પ્રભુ આગળ જવાને એટલે જ્હરાસરમાં પ્રવેશ કરવાને વિધિ તે અભિગમ ૫ પ્રકારને છે.