________________
૧૫ર) આપ સત્તા રહે એપમાં, શ્રિા. વિ. છે તે જલપાત્રાદિ સર્વે વસ્તુ ભગવાનની સન્મુખ મૂકવી. ભગવવાની જમણી બાજુએ દી મૂકે. ધ્યાન તથા ચંત્યવંદન ભગવાનની જમણી બાજુએ કરવું. “હાથથી ખસી પડેલું, વૃક્ષ ઉપરથી ભૂમિ ઉપર પડેલું, કઈ પણ રીતે પગે લાગેલું, માથે ઉચકી લાવેલું, ખરાબ વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે પહેરેલા વસ્ત્ર પ્રમુખમાં રાખેલું, દુષ્ટ મનુષ્યોએ ફરસેલું, ઘણા લેકેએ ઉપાડી મુકી ખરાબ કરેલું અને કીડા કીડીઓએ કરડેલું એવું ફળ ફૂલ તથા પત્ર ભક્તિથી જિન ભગવાનની પ્રીતિને અર્થે ચઢાવવું નહિ, “એક ફૂલનાં બે ભાગ ન કરવા. કળી પણ તેડવી નહિં. ચંપા અને કમળ એના બે ભાગ કરે તે ઘણે દોષ લાગે.” “ગંધ, ધૂપ, દીપ, ચોખા, માળાઓ, બલિ (નેવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળ એટલી વસ્તુથી શ્રી જિન ભગવાનની પૂજા કરવી.” શાંતિને અર્થે ધેલુફેલ લેવું, લાભને અર્થે પીળુ, શત્રુને જીતવાને અર્થે શ્યામ, મંગલિક અર્થે રાતું. અને સિદ્ધિને અર્થે પંચવર્ણનું ફૂલ લેવું, “પંચામૃતનું સ્નાત્ર આદિ કરવું, અને શાંતિને અર્થે ઘી ગોળ સહિત દી કરે. શાંતિ તથા પુષ્ટિને અર્થે અગ્નિમાં લવણ નાંખવું સારું છે. ખંડિત, સાંધેલું, ફાટેલું, તું, તથા બીહામણું એવું વસ્ત્ર પહેરીને દાન, પૂજા, તપસ્યા, હેમ, આવશ્યક પ્રમુખ અનુષ્ઠાન સર્વ નિષ્ફળ જાય છે.” પુરુષે પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખી, મૌન કરી, વસ્ત્રથી મુખ કેશ કરી ભગવંતની પૂજા કરવી. ૧ સ્નાત્ર, ૨ વિલેપન, ૩ આભૂષણ, ૪ ફૂલ, પ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ,