________________
૧૫૦] ધ નવિ રિએ ન વા સુખ દિએ, [શ્રા. વિ. છે. તેમજ જિનેન્દ્ર ભગવાનની પૂજા દ્રવ્યથી અને ભાવથી એવી રીતે બે પ્રકારની છે તેમાં ફૂલ ચખા આદિ દ્રવ્યથી જે પૂજા કરાય તે દ્રવ્ય પૂજા. અને ભગવાનની આજ્ઞા પાળવી તે ભાવ પૂજા જાણવી. ફૂલ ચઢાવવાં, ચંદન ચઢાવવું વગેરે ઉપચારથી કરેલી સત્તર પ્રકારી પૂજા તથા સ્નાત્ર, વિલેપન આદિ ઉપચારથી કરેલી એકવીસ પ્રકારની પૂજા એ સર્વ પૂજાના પ્રકાર અંગપૂજા, અ પૂજા અને ભાવપૂજા એ સર્વ વ્યાપક ત્રણ પ્રકારમાં સમાઈ જાય છે. સત્તર પ્રકારી પૂજાના ભેદ આ રીતે કહ્યા છે –
૧ અંગપૂજા સ્નાત્ર અને ચંદન વિલેપન કરવું, ૨ વાસપૂજા બે ચક્ષુ ચઢાવવી, ૩ ફૂલ ચઢાવવા. ૩ ફૂલ ચઢાવવાં, ૪ ફૂલની માળા ચઢાવવી ૫ પચરંગી ફૂલ ચઢાવવા, ૬ ચૂર્ણ બરાસ ચઢાવવાં, ૭ મુકુટ પ્રમુખ આભરણ ચઢાવવાં, ૮ ફૂલઘર કરવું, ૮ ફૂલને પગર (રાશિ) કરે, ૧૦ આરતી તથા મંગળદી કરે, ૧૧ દવે કર, ૧૨ ધૂપ ઉખેવો, ૧૩ નવેધ ધરવું, ૧૪ સારાં ફળ ધરવાં, ૧૫ ગાયન કરવું, ૧૬ નાટક ક૨વું, ૧૭ વાજિંત્ર વગાડવાં. એવી રીતે પૂજાના સત્તર પ્રકાર કહ્યા છે.
ઉમાસ્વાતિ વાચક પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલીક ઉપચાની વસ્તુઓ તથા એકવીસ પ્રકારી પૂજા વિધિ નો પ્રમાણે જણાવેલ છે.
પશ્ચિમ દિશાસન્મુખ મુખ કરીને દાતણ કરવું, પૂર્વ દિશાએ મુખ કરીને ન્હાવું, ઉત્તર દિશાએ મુખ કરીને ઉજવળ વસ્ત્ર પહેરવું, અને પૂર્વ અથવા ઉત્તર દિશાએ