________________
]િ પહેલે અમરે થીરે ભાખિ [૭૭
હવે સર્વે વસ્તુનું પરિણમન થવાનું સાધારણ (સને લાગુ પડે એવું) કારણ કહે છે. ગાડામાં અથવા બળદ વગેરેની પીઠ ઉપર વારંવાર ચડાવવા ઉતારવાથી, ગાડામાં અથવા બળદ ઉપર લાવેલા લવણદિ વસ્તુના ભારને વિષે માણસ બેસવાથી, બળદના તથા માણસના શરીરની ઉષ્ણતા લાગવાથી, જે ચીજને જે આહાર છે તે ન મળવાથી અને ઉપક્રમથી લવાદિ વસ્તુને પરિણમન થાય છે, અર્થાત તે અચિત થાય છે. ઉપક્રમા એટલે શસ્ત્ર, તે શસ્ત્ર, તે (શસ્ત્ર) સ્વકાય ૧, પરકાય ૨, અને ઉભયકાય ૩, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. ખારૂં પાણી મીઠા પાણીનું શસ્ત્ર છે, તે સ્વકાય શસ્ત્ર જાણવું, જળનું અગ્નિ અને અગ્નિનું જળ શસ્ત્ર છે, તે પરકાય શસ્ત્ર જાણવું, માટીથી મિશ્ર થએલું જળ શુદ્ધ જળનું શસ્ત્ર છે, તે ઉભયકાય શસ્ત્ર જાણવું. સચિત્ત વસ્તુના અચિત્ત થવાના ઈત્યાદિક ઘણું કારણ જાણવાં. ; ઉત્પલ (કમલ વિશેષ) અને પ (કમળ વિશેષ) જળનિનાં હોવાથી તડકામાં રાખીએ તે એક પહેર પણ સચિત્ત રહેતાં નથી. અર્થાત્ પહેર પૂરે થતાં પહેલાં જ અચિત્ત થાય છે. મેગરાનાં મૃગદંતિકાનાં અને જૂઈનાં ફૂલ ઉષ્ણનિ હેરાથી ઉષ્ણ પ્રદેશમાં રાખીએ કે ઘણુ કાળ સુધી સચિત રહે છે. મૃગદંતિકાના ફૂલ પાણીમાં રમીએ તે- એક પહેલાં પણ સચિત રહેતાં નથી. ઉલ્યુલર કમળ તથા પવકમળ પાણીમાં રાખીને તે ઘણા વખત