________________
અકેન્દ્રિય મહાયુગે ભગવતી શ-૩૫. ઉ. ૧૩ર :
৬১৬ થાય છે. દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મમાં દસ, સંખ્યાતા અસંખ્યાતાકે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપરયુમ કલ્યાજમાં નવ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કાજ કૃતયુગ્મમાં ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યાજલેજમાં સાત સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે, કલ્યાજ દ્વાપરયુગ્મમાં છ, સંખ્યાતા, અસં
ખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કાજ જ રાશિરૂપ એકેંદ્રિયને ઉત્પાદ -
ગૌતમ ઃ હે ભગવન્! કલ્યજકલ્યાજ રાશિપ્રમાણે એકેંદ્રિયે ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! ઉપપાત પૂર્વની પેઠે જાણુ. પરિમાણુ પાંચ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું થાવત્ –પૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી તેમ જ જાણવું,
હે ભગવન ! તે એમ જ છે. હે ભગવન્ તે એમ જ છે. ઉદ્દેશક બીજે - પ્રથમ સ ત્પન્ન કૃતયુગ્મ કૃતયુગ્મ એકેટ્રિયેને ઉત્પાદ
તમ: હે ભગવન ! જેને ઉત્પન્ન થયાને પહેલો સમય થયે છે એવા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેંદ્રિયે ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! તેમ જ જાણવું. જેમાં પ્રથમ ઉદેશકમાં કો તેમ જ સેળ રાશિને આશ્રયી) સેળ વાર પાઠના કથનપૂર્વક બીજો ઉદ્દેશક કહે. બાકી બધું તેમ જ કહેવું.
પરંતુ દસ બાબત વિશેષતા છે-(૧) તેઓની અવગાહના શરીરનું પ્રમાણ જઘન્ય અંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અંગૂલના અસંખ્યાતમા ભાગની હોય છે. (૨) આયુષ કર્મના બંધક નથી પણ અબંધક હોય છે. (૩)- આયુષ કર્મના ઉદિરક નથી પણ અનુરિક