________________
નિયંઠા પરિશિષ્ટ ભગવતી શ. ૨૫ ઉં. હું
પ્રશ્ન: છઠ્ઠા આદિ ગુણરથાનથી પાંચમા આદિ ગુણસ્થાનના અધ્યવસાય થાન નિમ્ન જ હોય છે કે ઉચ્ચ પણ હોઈ શકે છે? જે નિમ્ન જ હોય તો તીવ્ર પરિષહ સહન કરે તે સમયે કામદેવદિ શ્રાવકમાં જે વ્યવસાય હતા તેને મૂળ ગુણપ્રતિરોવી નિગ્રંથ પડીસેવણ બકુશાદિના જે અધ્યવસાય સ્થાન છે તેનાથી નિમ્ન કેમ કહેવાય? જે ઉચ પણ હોય છે તે ગુણરથાન નિગ્ન કેમ? ગુણરથાનની ઉગ્રતા અને નિમ્નતા તે મોહની તરતમ્યતાના આધાર પર માનેલ છે.
ઉત્તરઃ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં પૂર્વ સંગ્રહિત સંયમ પર્યાવ વિશેષ અને વિશુદ્ધ હોય છે. એવી અવસ્થામાં જ મૂળગુણદિ પ્રતિસેવી બની જાય છે તે સમયે તેના સંયમ પર્યવને હાર થતો હોવા છતાં પણ શેષ બચેલા સંયમ પર્યવ પાંચમા ગુણસ્થાનવાળાથી વિશુદ્ધ હોય છે. જો કેઈ એ બને અવસ્થામાં કાળ કરી જાય તે આરાધક પાંચમા ગુણસ્થાનવાળો થશે, અન્ય નહિ.
પ્રશ્નઃ જ્ઞાન-દર્શન ચારિત્રના પર્યવ અને આત્માના ગુણ તેની વચ્ચે અંતર શું ?
ઉત્તરઃ જ્ઞાનાદિની વિશુદ્ધતાના કારણે જે ગુણે ઉત્પન્ન થાય છે તે ગુણેને સૌથી નાને અલ્પાંશ કે જે કેવળી દ્વારા પણ અવિભાજ્ય છે તે સૂફમતમ ગુણશને પર્યવ કહે છે. એ પ્રકારના પર્યવ બતાવવાનું પ્રયેાજન એ છે કે, એક જીવથી બીજા જીવના જ્ઞાનાદિ પર્યવ કેટલા પ્રમાણુથી અધિક--હીન અથવા તુલ્ય છે એ અ૯૫બહુત્વની સુગમતા માટે પર્યવનું સ્વરૂપ બતાવેલ છે. એ પ્રકારના પર્યવ જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણેના અનંત અનંત હોય છે. અને તે અનંતને પણ સર્વ આકાશ પ્રદેશથી અનંતગુણ સમજવા જોઈએ.
પરિશિષ્ટ ન. ૩ પાંચ નિયંઠા વિરાધકની અપેક્ષા “અન્નયરે એટલે કે બીજા સ્થાનેમાં ઉત્પન્ન થાય છે એમ બતાવ્યું છે તેને ખુલાસો આ પ્રકારે છે