________________
નિડા પરિશિષ્ટ ભગવતી શ૨૫ લે. છે
૨ દેશિક કલ્પઃ- પહેલા અને ગ્રેવીસમા તીર્થકરના સાધુઓને અન્ય સંજોગી સાધુઓના નિમિત્તથી બનાવેલ આહાર બીજા સાધુઓને નહિ લેવાને કહ૫ છે. પણ જે લે તે ઔદેશિક દેષ લાગે. શેષ બાવીસ તીર્થ કરના સાધુ ઉકત ઓદેશિક આહાર લઈ શકે છે.
૩. રાજપિંડઃ- પહેલા અને ચોવીસમા તીર્થંકરના સાધુને રાજપિંડ યાને રાજાના માટે બનાવેલે આહાર નહિ લેવાને કહ્યું છે. શેષ ૨૪ તીર્થકરના સાધુ રાજપિંડ લઈ શકે છે.
૪. શય્યાતર – ચોવીસ તીર્થકરના સાધુઓને શય્યાતરને ત્યાંથી આહાર નહિ લેવાને કર્યું છે.
- પ. માસકપ – પહેલા અને ચાવીસમા તીર્થંકરના સાધુએને માટે નવકલ્પી વિહાર બતાવ્યું છે. શેષ બાવીસ તીર્થકરના સાધુઓને માટે નવકી વિહાર બતાવેલ નથી. તે પોતાની ઈચ્છાનુસાર વિહાર કરે છે.
૬. ચાતુર્માસ - પહેલા અને દેવીસમા તીર્થંકરના સાધુને વર્ષાકાળના ચાર મહિના એક સ્થાન પર રહેવાને કલ્પ છે. રર તીર્થ કરના સાધુઓને વર્ષાકાળમાં ૭૦ દિવસ એક સ્થાન પર રહેવાને કલ્પ છે. પહેલાં વર્ષો થઈ જવાથી પાપ લાગવાને સંદેહ હોય તે વધારે પણ રહી શકે છે.
૭. વ્રત - પહેલા અને ચોવીસમા તીર્થંકરના સાધુને માટે પાંચ મહાવ્રત અને છડું રાત્રિભેજન ત્યાગનું કલ્પ છે. બાવીસ તીર્થકરના સાધુઓને માટે ચાર મહાવ્રત અને પાંચમું રાત્રિભેજન ત્યાગનું કલ્પ છે.
૮. પ્રતિક્રમણ – પહેલા અને ગ્રેવીસમા તીર્થંકરના સાધુને માટે દેવલિય, રાયસિય, પાખી, ચમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ એ પાંચ પ્રતિક્રમણ કરવાને કલ્પ છે. ૨૨ તીર્થકરના સાધુઓને માટે ચોમાસી અને સંવત્સરીનું પ્રતિક્રમણ આવશ્યક છે. શેષ પ્રતિક્રમણ પાપ લાગે ત્યારે કરે અન્યથા કરે, નહિ.