________________
પપહ
સંસ્થાના ૨૦ બેલ ભગવતી ૨-૨૫. . !
પ્રતર આયાતના બે ભેદ-એજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશી જઘન્ય ૧૫ પ્રદેશી હોય છે અને ૧૫ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હેય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
યુગ્મ પ્રદેશી જઘન્ય ૬ પ્રદેશી હેય છે અને આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
ઘન આયતના બે ભેદ એજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશી જઘન્ય ૪૫ પ્રદેશી હોય છે અને ૪૫ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
યુગ્મ પ્રદેશી જઘન્ય ૧૨ પ્રદેશી હોય છે અને ૧૨ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
(નોંધ – સંસ્થાનના જઘન્ય ભેદેના આકાર પરિશિષ્ટમાં આજેલ છે. )