________________
શ્રી ભગવતી લૅપમ
સંસ્થાનના ૨૦ બેલે ૌતમ? હે ભગવન્! પરિમંડળ સંસ્થાનના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! પરિમંડળ સંસ્થાનના બે ભેદ છે? ઘનપરિમંડળ અને પ્રતરપરિમંડળ, ઘનપરિમંડળ જઘન્ય ૪૦ પ્રદેશી સ્કંધ હોય છે અને ૪૦ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી સ્કંધ હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. પ્રતરપરિમંડળ જઘન્ય ૨૦ પ્રદેશી હોય છે અને ૨૦ આકાશ પ્રદેશોને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
ગૌતમ: હે ભગવદ્ ! વૃત્ત (વટ્ટ) સંસ્થાનના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! બે ભેદ છે. O ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. પ્રતરવૃત્તના બે ભેદ જ એજuદેશી અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશી જઘન્ય પાંચ પ્રદેશી છે, અને પાંચ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
એમાં જઘન્ય પ્રદેશિક દ્રવ્ય રવભાવથી અ૯પ હેવાથી પહેલી લાઈન નાની હોય છે. એનાથી આગળની લીટીઓ વધુ અને વધારે વધુ પ્રદેશવાળી હોવાથી એનાથી મોટી અને વધુ મોટી થતી જાય છે. એના પછી ક્રમશઃ ઘટતી જતી અંતમાં ઉત્કૃષ્ટ પ્રદેશવાળા દ્રવ્ય અત્યંત અલ્પ હેવાથી અંતિમ લીટી અત્યંત નાની હોય છે. તે
એ પ્રકારે તુલ્ય પ્રદેશવાળા અને બીજ પરિમંડળ દ્રવ્યથી જવમધ્ય (જને મધ્યમ આકારવાળું) ક્ષેત્ર બને છે.
જ્યાં એક જવ મધ્ય પરિમંડળ સંસ્થાન હોય છે ત્યાં બીજ પરિમંડળ સંસ્થાન કેટલાં હોય છે? એ પ્રશ્ન કર્યો છે. જેને ઉત્તર દીધું છે કે બીજા પરિમંડળ સંસ્થાન અનંત હેાય છે. એ રીતે વૃત્ત આદિ સંસ્થાને માટે પણ જાણવું..
છે જે દડાની રીતે સર્વ રીતે સમપ્રમાણ છે તે ઘનવૃત્ત છે અને માંડી ફતે ફકત મોટાઈ (જાડાઈ)માં ઓછો છે તે પ્રતરવૃત્ત છે. 1 જ એકી સંખ્યાવાળાને ઓજપ્રદેશી કહે છે. જેમ કે ૧, ૩, ૫, ૭ ઇત્યાદિ. બેકી સંખ્યાવાળાને યુગ્મ પ્રદેશી કહે છે. જેમ કે ૨, ૪, ૬, ૮, ઇત્યાદિ.