________________
४६८
શ્રી ભગવતી ઉપક્રમ
૨. બીજે વર્ગ કલ–વટાણાના પ્રકારનાં ધાન્ય સંબંધે છે. આ પ્રકારમાં મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, અલિસંદક સટિન, ચણ વગેરે ધાન્ય જાણવાં.
૩. ત્રીજે વર્ગ અળસીના પ્રકારની વનસ્પતિ સંબંધે છે. આ પ્રકારમાં કુસુંબ, કેદ્રવ, કાંગ રાળ, તુવેર, કેદુસા, શણ, સરસવ, અને મૂળકબીજ વગેરે વનસ્પતિ જાણવી.
૪. વર્ગ વાંસના પ્રકારની પર્વ (ગાંઠ )વાળી વનસ્પતિ સંબંધે છે. આ પ્રકારમાં વેણું, કનક. કર્કવંશ, ચાવંશ, દંડા, કુડા, વિમા, ચંડા, વેણુકા અને કલ્યાણી વગેરે વનસ્પતિ જાણવી.
૫. પાંચમે વર્ગ ઈક્ષુ (શેરડી)ના પ્રકારની પર્વ (ગાંઠ)વાળી વનસ્પતિ સંબંધે છે. આ પ્રકારમાં ઈશ્કવાટિકા, વીરણ, ઈક્કડ, માસ, સુંઠ, શર, વેત્ર (નેતર), તિમિર, સતરિગ અને નડ એ બધી વનસ્પતિ જાણવી.
૬. છ વર્ગ દર્ભના પ્રકારના તૃણ સંબંધે છે. આ પ્રકારમાં સેડિય, ભંતિય, દર્ભ, તિય, દર્ભકુશ, પર્વક, પિલ, અર્જુન (અંજન) આષાઢક, હિતક, સમુ, અખીર (તવમીર) ભુસ, એરંડ, કુરુકુંદ, કરકર, સુંઠ, વિભંગ, મધુણુ, ગુરગ, શિપિક અને સંકલિતૃણ વગેરે પ્રકારનાં તૃણ સમજવાં. -
૭. સાતમે વર્ગ અભ્ર વગેરે વનસ્પતિ સંબંધે છે. એક જાતિના વૃક્ષમાં બીજી જાતિનું વૃક્ષ ઊગે તેને અભ્ર કહેવામાં આવે છે. જેમ કે વડના ઝાડમાં પીપળો ઊગી નીકળે અથવા લીમડાના ઝાડમાં પીપળાનું વૃક્ષ ઊગે તેને અભ્ર કહેવાય છે.
આ વર્ગમાં અભ્રહ (એક વૃક્ષ પર ઊગતી અન્ય વનસ્પતિ), વાયણ, હરિતક, તાંદળજો, તૃણ, વત્થલ, રિક, માર્જર, બિલ્લી, (ચિલ્લી) પાલક્ત, દગપિપ્પલીદગ્વિ-દવી, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, અંબિલ શાક, સરસવ, જિયંતગ, વગેરે વનસ્પતિને સમાવેશ થાય છે.