________________
વિલાચરણ લબ્ધિ જગવતી જ ૨૦ ઉ.
મહાવીરઃ હે ગૌતમ! ચારણ બે પ્રકારના છે. વિલાચાણ અને જંઘાચારણ - ગૌતમ ઃ હે ભગવન ! એને વિદ્યાચારણ શા માટે કહે છે? - મહાવીરઃ હે ગૌતમ! નિરંતર છરૂછ તપશ્ચર્યા કરવાથી અને પૂર્વના જ્ઞાન દ્વારા ઉત્તરગુણલબ્ધિ (પલબ્ધિ) પ્રાપ્ત થાય તે મુનિએ વિદ્યાચારનું નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એટલે એને “વિદ્યાચારણ કહે છે.
ગૌતમઃ હે ભગવન ! “વિદ્યાચારણની કેવી શીવ્ર ગતિ હોય છે? એની ગતિને વિષય કે શીધ્ર હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! આ જંબુદ્વીપને પરિધિ ત્રણ લાખ સેળ હજાર બસે સત્યાવીસ જન ત્રણ ગાઉ (કેસ) એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય સાડાતેર આંગૂલ ઝાઝેરે (કંઈક વધુ) છે. કેઈ મહદ્ધિક દેવ ત્રણ ચપટી વગાડે એટલામાં આ જંબુદ્વિીપની ત્રણ વાર પરિક્રમા કરીને પાછા શીવ્ર આવે એ રીતની શીધ્રગતિ વિદ્યાચારણની છે. એ પ્રકારે એની ગતિને વિષય શીવ્ર છે.
ગૌતમ હે ભગવન ! વિદ્યાચારણના તિછ જવાને વિષય કેટલો છે?
મહાવીરઃ હે ગૌતમ ! એક ઉડ્ડયનમાં માનુતર પર્વત પર સ્થિતિ વિશ્રામ કરે છે, બીજા ઉડ્ડયનમાં નંદીશ્વર દ્વીપમાં સમવસરણું કરે છે, ત્યાંથી પાછા એક જ ઉડ્ડયનમાં અહીં આવી સમવસરણ કરે છે. ' ગીતમઃ હે ભગવન ! વિદ્યાચારણ ઊંચા જવાના વિષય, કેટલા છે?
મહાવીરઃ હે ગૌતમ ! એક ઉડ્ડયનમાં નંદનવનમાં સમવસરણ કરે છે, બીજા ઉડ્ડયનમાં પંડકવનમાં સમવસરણ કરે છે, ત્યાંથી પાછા એક ઉડ્ડયનમાં અહીં આવીને સમવસરણ કરે છે.
: ગૌતમ ર હે ભગવન ! જંઘાચારણુ લબ્ધિની કેવી રીતે પ્રાષ્યિ થાય છે ?