________________
૪૦૦
-
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીરઃ હા. ગૌતમ! પ્રાણાતિપાત, મૃષાવાદO યાવત્ મિથ્યાદર્શન એ અઢાર પાપસ્થાનમાં રહેલ છે. ૯. ઉત્પાદદ્વાર - - મૈતમઃ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ કયાંથી આવીને ઉન્ન થાય છે?
મહાવીર: હે ગૌતમ! તિર્યચ, મનુષ્ય અને દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ૧૦. સ્થિતિકાર:
ગૌતમ હે ભગવન્! પૃથ્વીકાયિક જીવેની સ્થિતિ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની છે. ૧૧. સમુદ્રઘાત દ્વાર:
ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવનમાં કેટલી સમુદુઘાત હોય?
મહાવીરઃ હે ગૌતમ! ત્રણ સમુદુઘાત હોય છે. વેદના સમુદઘાત, કષાય સમુદ્દઘાત અને મારણાંતિક સમુઘાત.
ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ મારણાંતિક સમુવાત કરીને મરે છે કે મારણાંતિક સમુઘાત કર્યા વિના મારે છે?
મહાવીરઃ હે ગૌતમ! મારણાંતિક સમુઘાત કરીને પણ મરે છે અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. ૧૨. ઉદ્વર્તનાદ્વાર :
ગૌતમ હે ભગવન પૃથ્વીકાયિક જીવ મરીને કયાં જાય છે?
મહાવીર: હે ગૌતમ! તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિમાં જાય છે.
0 પૃથ્વીકાયિક જીવોમાં વચન આદિને અભાવ છે તે પણ મૃષાવાદ આદિની અવિરતિના કારણે મૃષાવાદ આદિમાં રહેલ છે એમ જાણવું.