________________
સ્પર્શના ભગવતી શ–૧૮. ઉ–૧૦.
મહાવીરઃ હા. ગૌતમ! અગ્નિશિખામાંથી નીકળી શકે છે.
ગૌતમઃ હે ભગવન ! તે અગ્નિશિખામાંથી નીકળે છે તે શું દાઝે છે ?
મહાવીરઃ હે ગૌતમ! તે બળતા નથી.
ગૌતમ: હે ભગવન્ ! શું ભવિતાત્મા અણગાર પુષ્કર સંવર્ત મેધ વચમાંથી નીકળી શકે છે ?
મહાવીર: હા. ગૌતમ! તે નીકળી શકે છે.
ગૌતમ ઃ હે ભગવન્! પુષ્કર સંવત મેઘ વચમાંથી તે નીકળે છે ત્યારે તે ભીંજાઈ જાય છે ?
મહાવીરઃ હે ગૌતમ! તે ભીંજાતા નથી?
ગૌતમ ઃ હે ભગવન્ ! ભાવિતાત્મા અણગાર ગંગા-સિંધુ મહાન નદીઓના ઊલટા પ્રવાહમાં થઈને નીકળી શકે છે ?
મહાવીરઃ હા. ગૌતમ! તે નીકળી શકે છે.
ગૌતમ હે ભગવન્ ! ગંગા સિંધુ મહાનદીના ઊલ્ટા પ્રવાહમાંથી નીકળતી વખતે તે ખલિત થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! તે ખલિત નથી થતા.
તમઃ હે ભગવન ! ભવિતાત્મા અણુગાર પાણીના ભંવરમાં કે ઉદકબિંદુમાં પ્રવેશ કરી શકે છે ?
મહાવીરઃ હે ગૌતમ! તે પ્રવેશ કરી શકે છે.
ગૌતમ: હે ભગવન ! ભાવિતાત્મા અણુગાર ઉદકાવર્ત અને ઉદકબિંદુમાં પ્રવેશ કરતી વખતે પાણીના શસ્ત્રને પ્રાપ્ત થાય છે કે ભીંજાય છે ? '
મહાવીર : હે ગૌતમ! નહિ ત્યાં શાનું સંક્રમણ નથી હોતું.